વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે રાજકોટના થોરાળા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટના થોરાળા પોલીસ મથકના નાસતા ફરતા આરોપી રોહિત ભગવાનજી સાકરિયા રહે. મેસરિયા વાળાને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.