સરપંચ રાજુભા ઝાલાના સહયોગથી ૧૪૯ બાળકોને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યા મોરબી : મોરબી તાલુકાની જુના સાદુળકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૪૯ બાળકોને યુનિફોર્મ અપાયો હતો. મોરબી તાલુકાની જુના સાદુળકા પ્રાથમિક શાળામાં લીઓલી સિરામીકના સૌજન્યથી અને જૂના સાદુળકા ગ્રામપંચાયતના સરપંચ રાજુભા ઝાલાના સહયોગથી ૧૪૯ બાળકોને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યો હતો. ત્યારે શાળા પરિવારે દાતાઓનો આ પ્રેરણાદાયી કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો.