એલસીબીએ ત્રાજપર ચોકડીએથી શખ્સને પકડી પાડી બી ડિવિઝનને સોંપ્યો મોરબી : રાજકોટના થોરાળા પોલીસ મથકના લૂંટ વિથ મુર્ડરના કેસમાં છેલ્લા અઢી વર્ષથી ચિલ્ડ્રન હોમ ખાતેથી નાસી છુટેલા શખ્સને એલસીબી દ્વારા ત્રાજપર ચોકડીએથી પકડી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોય શહેરના થોરાળા પોલીસ મથકના લૂંટ વિથ મર્ડર કેસના આરોપી અશ્વિન છગનભાઇ સારોલીયાની ઉંમર ૧૭ વર્ષ હોવાથી તેને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો હતો. આ આરોપી અઢી વર્ષ પૂર્વે ચિલ્ડ્રન હોમમાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં મોરબીની ત્રાજપર ચોકડીએ એલસીબીએ એક શંકાસ્પદ શખ્સને પકડીને પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ શખ્સ લૂંટ વિથ મર્ડરના ગુનામાં અઢી વર્ષથી ચિલ્ડ્રન હોમમાંથી નાસી છૂટ્યો છે. હાલ આરોપીને બી ડિવિઝન પોલીસ મથકે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.