અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો મોરબી : માળીયા હાઇવે પર ડબલ સવારી મોટર સાયકલને પાછળથી હડફેટ લઈ ટેન્કર ચાલકે અકસ્માત સર્જતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, આ અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે પર ઓસીશ સીરામીકના કારખાના નજીક ફરિયાદી હસમુખભાઇ ઠાકરશીભાઇ ભીમાણી ઉવ ૩૬ ધંધો વેપાર રહે આદીનાથ સોસાયટી તપોવન સ્કુલ સામે કન્યા છાત્રાલય રોડ મોરબી મૂળ ગામ કુનડ તા જોડીયા વાળામાં મોટર સાઈકલને અજાણ્યા ટેન્કર ચાલકે પાછળથી ઠોકર મારી હતી. વધુમાં આ અકસ્માતમાં ટેન્કર ચાલકે સાહેદ ભાવેશ ત્રીકુભાઇ ભીમાણી ઉવ ૩૨ રહે મોરબી ચંદ્રેશનગર વાળાના હડફેટે લઇ પછાડી દેતા ટેન્કરના વીલ શરીરે પેટે અને છાતીના ભાગે ફરી વળતા ગંભીર ઇજા થતા સ્થળ પર મરણ થયું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક મોરબી તરફ નાસી જતા આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.