મોરબી : મોરબી તાલુકાની બિલિયા ગ્રામપંચાયત દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અધધ ૨૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના બિલિયા ગામને હરિયાળું બનાવવાનું બીડું ગ્રામપંચાયતે ઝડપ્યું છે. ગ્રામપંચાયત દ્વારા ગામમાં સઘન વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સરપંચ કાંતિલાલ પેથપારાની આગેવાની હેઠળ કુલ ૨૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.