યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા અનોખી નેશનલ ફ્લેગમાર્ચ યોજાઇ મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી અને નીલકંઠ વિદ્યાલય દ્વારા સ્વતંત્રપર્વ પૂર્વે લોકોમાં દેશભક્તિનની આહલેક જગાવવા આજે મોરબીમાં 2450 ફૂટ લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે નેશનલ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, આ નેશનલ ફ્લેગ માર્ચ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. મોરબી શહેરમાં આજે અનોખો ઇતિહાસ રચાયો છે, યુવાનોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે સતત પ્રયત્નશીલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નીલકંઠ વિદ્યાલય સહયોગથી પહેલી વાર કહી શકાય તેવી નેશનલ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં 2450 ફૂટ એટલે કે લગભગ પોણો કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રધ્વજની યાત્રા યોજવામાં આવી હતી. નેશનલ ફ્લેગ માર્ચ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે મોરબીમાં લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત કરવાના પ્રયાસરૂપે અમારો નાનકડો પ્રયાસ છે જેમાં આજે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ પોણો કિલોમીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નેશનલ ફ્લેગ માર્ચ યોજી હતી. મોરબીમાં યોજાયેલ આ નેશનલ ફ્લેગમાર્ચ નીલકંઠ વિદ્યાલય રવાપર રોડથી નીકળી નવા બસસ્ટેડ પહોંચી હતી, ત્યાંથી ગાંધીચોક અને બાદમાં રવાપર રોડ થઈ ફરી નીલકંઠ વિદ્યાલય પહોંચી હતી. આ નેશનલ ફ્લેગ માર્ચને આર્મીના નિવૃત જવાનોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. આ તકે મોરબીના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='29215,29216,29218,29219,29221,29217,29220']