મોરબી : મોરબીના વાઘપર પીલુડી ગામે મહિલાએ જાત જલાવીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રામુબેન મફાભાઈ માંગુલા જાતે ભરવાડ ઉ.વ.૪૭ રહે વાઘપર પોતાનાં ઘેર કેરોસીન છાંટી આગ ચાંપી દેતા તેને સારવાર માટે ગંભીર હાલતમા ક્રિષ્ના હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા તાલુકા પોલીસે બનાવની નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.