ચુસ્ત બંદોબસ્ત સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જનાજા નીકળ્યા : બનાવના પગલે એસપી ડો. કરનરાજ વાઘેલા ભાવનગરથી મોરબી દોડી આવ્યા મોરબી : મોરબી ત્રિપલ મર્ડર કેસમાં અંતે પરિવારજનોએ મૃતકોની લાશ સ્વીકારી આજે મૃતકોના ભારે હૈયે જનાજા કાઢ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના એક સાથે જનાજા નીકળતા મુસ્લિમ સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. સાથે સુરક્ષાને ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મોરબીમા વડીલોપાર્જીત જમીનના ખુની ખેલમાં ભોગ બનેલા ત્રણે મૃતકોના પરિવારજનો દ્વારા આજે બપોરે મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની લાંબી સમજાવટ બાદ મૃતદેહો સ્વીકારવામાં આવ્યા હતા તેમજ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલા પણ ભાવનગર બંદોબસ્તમાથી તાત્કાલીક મોરબી દોડી આવી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ભોગબનનાર ત્રણે મૃતકોને ભારે હૈયે પરિવારજનો દ્વારા આખરી સફર કરવામા આવ્યો હતો જેમા એક સાથે ત્રણ જનાજા એક જ પરિવારમાંથી નિકળતા મુસ્લિમ સમાજમા શોક વ્યાપી ગયો હતો. જનાજા દરમ્યાન એલસીબી, એસઓજી, એ ડિવીઝન, બી ડિવીઝન તેમજ તાલુકા પોલીસે ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો હતો. કુલ ૫૦ થી વધુ પોલીસકર્મીઓને જનાજા વખતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='29187,29188,29189,29191']