મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ ભાવિકોના આસ્થાના કેન્દ્ર દશામાં મંદિરમાં દશામાંના વ્રત નિમિતે તા. ૧૧થી ૯ દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. નાની વાવડી ગામે આવેલ દશા માંના મંદિરે તા. ૧૧ને શનિવાર થી તા.૨૦ને સોમવાર સુધી રોજ સવારે બે કલાક ચંડીપાઠ હોમાત્તકના પાઠ, મહાઆરતી તેમજ તા.૨૦ના રોજ નવચંડી યજ્ઞ, બપોરે મહાપ્રસાદ, અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કલામંદિર દ્વારા પ્રદર્શન રાખવામાં આવેલ હોય આ કાર્યક્રમમાં દરેક ધર્મ પ્રેમી જનતા દર્શન નો લાભ લેવા નાની વાવડી દશામાં ગોપી મંડળ, અને મિત્ર મંડળ દ્વારા નિમત્રણ પાઠવેલ છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='28965,28966']