ટંકારા પોલીસે હાઇવે પર રિલાયન્સના ટેન્કરમાંથી પેટ્રોલ ચોરવાનું કૌભાંડ ઝડપી લીધું ટંકારા : ટંકારા ના ઓટાળા ગામ પાસે પેટ્રોલ રિલાયન્સ કંપનીના ટેન્કરમાથી પેટ્રોલ ચોરવાનું કારસ્તાન ઝડપી લીધું હતું, આ પ્રકરણમાં ટંકારા પોલીસે ઓટાળા ગામના મહિલા સરપંચના પતિ સહિત ત્રણને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરતા ચકચાર જાગી છે. બનાવ અંગે મળતી વિગતો અનુસાર ટંકારા પોલીસ મથકના ડી-સ્ટાફના પ્રફુલ્લભાઈ પરમાર, વિક્રમભાઈ, ચકુભાઈ કલોતરા, વિશ્વરાજસિંહ સહિતના પેટ્રોલીંગમાં હતા ત્યારે ટંકારાના ઓટાળા ગામ પાસે રાત્રે ૮:૩૦ વાગ્યાના સુમારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેન્કરમાથી બે બેરલ મા પેટ્રોલની ચોરી કરતા ઓટાળા ના અશ્વિન કરશનભાઈ દેસાઈ, ભાવેશ પરબતભાઈ આહિર તથા વનરાજ ભિખાભાઈ બાલાસરાને રંગે હાથ ઝડપી લીધા હતા. વધુમાં આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ચોરીમાં પકડાયેલ અશ્વિન દેસાઇ ઓટાળાના મહિલા સરપંચના પતિ હોવાનું બહાર આવ્યું છે.