મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકીંગમાં વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો મોરબી : ઇન્ટરનેટના માધ્યમનો સદુપયોગ કરવામાં આવે તો ગુન્હાનો ભેદ સેકન્ડમાં ઉકેલાય જતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, મોરબી તાલુકા પોલીસે પોકેટ કોપ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી વાહન ચેકીંગ દરમિયાન ચોરાવ હોન્ડા સાથે બે તસ્કરોને ઝડપી લીધા હતા. મોરબી જીલ્લામા બનતા મિલ્ક્ત વિરૂદ્ધના ગુન્હા તેમજ વાહનચોરીના ગુન્હા બનતા અટકાવા તેમજ ગુન્હા શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલાએ કરેલ આદેશ અન્વયે તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલ, એ.એસ.આઇ. મહિપતસિંહ જાડેજા, પો.કોન્સ.અશોક્ભાઇ ખાંભરા, દિનેશભાઇ બાવળીયા, જુવાનસિંહ ઝાલા, અમિતભાઇ વાસદડીયા, ઉજવલદાન ગઢવી, કિર્તીસિંહ જાડેજા તથા શક્તિસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો પેટ્રોર્લીગમા હતા ત્યારે લાલપર ગામ સામે વાહન ચેર્કીગ દરમ્યાન એક મોટર સાઇકલ આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ ડબલ સવારીમાં નિકળતા શંકાસ્પદ જણાતા તુરંત જ રોકાવી રજી. નંબર તથા માલિકી બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરવા લાગતા એન્જીન નંબર અને ચેસીસ નંબર પરથી પોકેટ કોપની મદદથી સર્ચ કરતા રજી.નં. GJ03-CG-l467 વાળુ મુકેશભાઇ નરભેરામભાઇ સુતરીયા રહે.રાધિકા સોસાયટી,વાવડી વાળાનું નામનું હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે રાજદીપભાઇ ગીરધરભાઇ લગધીરયા, ઉ.વ.૨૩ રહે.કુબેરનગર શેરી નં-૪ નવલખી રોડ મોરબી તથા (૨) રૂપેશભાઇ બટુકભાઇ ઠાકર ઉ.વ.રર રહે.મોંરબી વાળા હોવાનુ જણાવેલા પોકેટ કોપ એપ્લીકેશનમાં આરોપી તરીકે શોધતા રાજદીપભાઇનુ નામ લખી સર્ચ કરતા અગાઉ તેઓ બન્નેએ તેના અન્ય મિત્ર ઋષિરાજસિંહ જાડેજા સાથે હથિયાર પિસ્ટલ તથા મરચાના પાવડર સાથે લુંટનો પ્લાન ઘડતા મોરબી એ-ડીવીજન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પકડાઇ ગયેલાની કેફીયત આપી હતી. જેથી પોલીસે બંને ઇસમોની આગવી ઢબે પુછપુરછ કરતા બંન્નેએ અગાઉ તા.૨૬/૦૫/૨૦૧૮ ના રોજ મોરબીના વાવડી રોડ ઉપરથી શ્રધ્ધા પાર્ક ગેઇટ પાસે રોડ ઉપરથી રાત્રીના બાર એક વાગ્યાના સુમારે મોટર સાયકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે મોસા. ચોરાવ હિરો હોન્ડા સ્પ્લેન્ડર સાથે બન્ને આરોપીઓની સી.આર.પી.સી ૪૧(૧)ડી મુજબ અટક કરી મોરબી એ- ડીવી,પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર…નં.૮૮/૨૦૧૮ નો ડિટેક્ટ કરેલ હતો અને પોકેટ કોપ એપ્લીકેશનના માધ્યમથી ગુન્હો ડિટેક્ટ કરવામા સફળતા મેળવી હતી.