ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીને ચાર લિટીનું રાજીનામુ મોકલી આપ્યું મોરબી : કોંગ્રેસના પીઢ નેતા અને નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીને ચાર લિટીનું રાજીનામુ મોકલી આપતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન કરી ભાજપ સરકાર પર દોષનો ટોપલો નાખનાર વાઘજીભાઈ બોડાએ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીને રાજીનામુ આપતા જણાવ્યું હતું કે નાફેડ દેશ લેવલની સંસ્થા છે જેમાં દરેક પક્ષના ડિરેક્ટરો સેવા આપતા હોય છે. તેમજ નાફેડમાં મારી જવાબદારીને કારણે મેં કોંગ્રેસના બેનર હેઠળ મગફળી વિશે જે નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે, જે નિવેદન મીડિયા સમક્ષ આપવામાં ઉતાવળ થઈ ગઈ હોવાનું જણાવી કોંગ્રેસ પક્ષમાંથી મારૂ રાજીનામુ આપું છું.આમ, વાઘજીભાઈ બોડાના અચાનક રાજીનામાંથી ખળભળાટ મચી ગયો છે.