મોરબીની ત્રાજપર પંચાયતની ઘોર લાપરવાહી : પંચાયત ઓફિસની સામે જ બ્બે દિવસથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મોરબી : મોરબીની ભાગોળે આવેલ ત્રાજપર ગ્રામ પંચાયતની ઘોર લાપરવાહી સામે આવી છે, ત્રાજપરમાં પંચાયત અને આંગણવાડી સંકુલ સામે જ બ્બે દિવસથી મરેલુ કૂતરું અને કચરો પડ્યો હોવા છતાં મૃતદેહ ઉપાડવામાં ન આવતા બાળકોનું આરોગ્ય જોખમાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગોળે આવેલ ત્રાજપર ગામના આંગણવાડી સંકુલમાં હાલમાં ઓરી રૂબેલા સહિતની રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે અને મહાનુભાવો અહીં આવી રહ્યા છે ત્યારે જ આંગણવાડી પાસે બબ્બે દિવસથી મરેલા કુતરાનો મૃતદેહ પડ્યો હોવા છતાં પંચાયત દ્વારા અહીં પડેલો દુર્ગંધ મારતો મૃતદેહ કે કચરો ઉપાડવા તસ્દી લેવાઈ નથી. વધુમાં ત્રાજપરના સામાજિક આગેવાન નવઘણભાઈએ જણાવ્યું હતું કે, પંચાયત ઘરથી ૨૫ ફૂટના અંતરે જ આવેલ આંગણવાડી નજીક કુતરાનો મૃતદેહ પડ્યો હોવાની સાથે નિયમિત સફાઈમાં અભાવે અહીં કચરાના ગંજ ખડકાયા છે, આ મામલે પંચાયતને રજુઆત કરવા છતાં પગલાં લેવાતા ન હોવાનું તેમને જણાવ્યું હતું. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='28863,28864']