વાઇસ ચેરમેન પદે ભવાનભાઈ ભાગીયાની નિમણુંક મોરબી : મોરબી જિલ્લાના સહકારી આગેવાન અને લડાયક નેતા મગનભાઈ વડાવીયા પુનઃ માર્કેટિંગ યાર્ડના ચેરમને પદે ચૂંટાઈ આવ્યા છે. આજે યોજાયેલ મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મગનભાઈ વડાવીયા પુનઃ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ભવાનભાઈ ભાગીયા વાઇસ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મગનભાઈ વડાવીયા સતત છઠી વખત માર્કેટિંગ યાર્ડના સુકાની બન્યા છે.