મોરબી : મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણી અંતર્ગત નગરપાલિકા દ્વારા મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી મોરબી ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ દિપ પ્રગટાવી બહેનોને સ્વચ્છતા જાળવવા તેમજ સુકો અને ભીનો કચરો અલગ-અલગ રાખી સરકાર સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા જાણાવ્યુ હતું. જ્યારે ઉપસ્થિત બહેનોને આરોગ્ય કર્મચારી એન.વી.રાઠોડ બહેન દ્વારા સ્વચ્છતા અંગે શુ કાળજી લેવી જોઈએ તેની મહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા તાલુકા પંચાયત સદસ્ય વિજયાબેન મકવાણા નગરપાલીકાના ઉપપ્રમુખ એમણાબેન મોવર સહિત નગરપાલીકા મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.