૨૪ કલાકમાં બદલી નહીં રોકાઈ તો ધરણા કરવાની ચીમકી માળીયા : રાજકોટમાં રાજકીય આગેવાન સાથે ઘર્ષણ થયા બાદ પીઆઇની તાત્કાલિક બદલી કરી નાખવાની ઘટના સામે વિરોધ નોંધાવી આહીર એકતા મંચે મામલતદારને આવેદન આપ્યું હતું. સાથે જો ૨૪ કલાકમાં બદલી રોકવામાં નહિ આવે તો ધરણા કરવાની આહીર એકતા મંચે ચીમકી ઓન આપી છે. માળીયા આહીર એકતા મંચે મામલતદારને આવેદનમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી. ત્યારે એક રાજકીય આગેવાનનો ઓટલો તોડી પાડવામાં આવતા તેને ઉશ્કેરાઈ જઈને ફરજ પરના પોલીસ ઇન્સ્પેકટર સોનારા સાથે અણછાજતું વર્તન કર્યું હતું. આ પીઆઇ તો ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. વધુમાં જણાવ્યું કે રાજકીય પાવરથી પી આઈ સોનારાની બદલી કરવામાં આવી છે. જે વ્યાજબી નથી. જો ૨૪ કલાકમાં આ બદલીને રોકી દેવામાં નહિ આવે તો આહીર એકતા મંચ ધરણા શરૂ કરશે. સાથે જરૂર પડ્યે ગાંધી ચીંધ્યા માર્ગે સમગ્ર ગુજરાતમાં આંદોલન પણ કરશે.