મોરબી : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના ક્લામહા કુંભમાં ગિટાર વાદનમાં ૧૫ થી ૨૦ વર્ષની વય જુથમાં મોરબીની અક્સાએ પ્રથમ આવી મેદાન માર્યું હતું. તાજેતરમાં મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં વાદન કેટેગરીમાં ૧૫ થી ૨૦ વર્ષની વયજુથમાં મોરબીની વાલેરા અકસા હસરતભાઇએ ગિટાર વાદનમાં પ્રથમક્રમે આવી સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.