બી ડિવિઝન પોલીસ દ્વારા ચોંરાઉ મોબાઈલ વેચાય તે પૂર્વે જ આરોપીને ઝડપી લેવાયો મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં ચોરાઉ મોબાઈલ વેચવાની પેરવી કરી રહેલા એક શખ્સને પોલીસે ૧૩ ચોરાઉ જણાતા શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ રૂપિયા ૭૨ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી બી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર કે ઝાલાની સુચનાથી પીએઆઈ એ.બી.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પો. હેડ કોન્સ.પી.એમ.પરમાર તથા હેડ.કોન્સ.જે.કે.ઝાલા તથા ક્રિપાલસીંહ વી ચાવડા, પો.કોન્સ. અંબાપ્રતાપસીંહ પી.જાડેજા, ભરતભાઇ એસ. હુંબલ, મહાવિરસિંહ પરમાર, વનરાજભાઇ એમ ચાવડા , રાજેશભાઇ ડાંગર તથા અર્જુનસિંહ એલ.ઝાલ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ. વનરાજભાઇ ચાવડા તથા મહાવિરસિંહ પરમારને ખાનગીરાહે હકિકત મળેલ કે વીશીપરા ચોકીથી આગળ ચાર ગોડાઉનની આગળ ડીલકસ પાનની બાજુમાં એક ઇસમ થેલીમા ઘણાબધા મોબાઇલો લઇને ઉભો છે. અને તે બીલ વગરના મોબાઇલ સસ્તામા આપવાની પેરવીમાં છે. આ હકીકતના આધારે પોલીસે હકિકતવાળી જગ્યાએ જતા ત્યા મથુરભાઇ ઉર્કે મયો મોતીભાઇ થોભણભાઇ સુસરા જાતે ભરવાડ ઉ.વ.૨૦ ધંધો-રી.ડ્રા.રહે.મોરબી -૨ વીશીપરા ખાદી ભંડાર સામે મુળગામ-ખેવારીયા તા.જી.મોરબી વાળો ઉભેલ હોય જેના હાથમાં રહેલ થેલી ચેક કરતા અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૧૩ મળી આવેલ હતા જેને પગલે મોબાઇલોના બીલ માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવતા તથા આ બધા મોબાઇલ ક્યાંથી લાવેલ છે તે અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી આરોપીએ પોતાની પાસે રહેલ મોબાઇલો પોતે છળકપટથી ચોરી કરી મેળવેલ હોવાનુ જણાતા જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૩ ની કુલ કિંમત રૂપીયા-૭૨,૦૦૦/ગણી Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબજે કરી આ ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.