ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં જુગારનો ખેલ ખેલવા બેસેલા છ શખ્સોને પોલીસે રોકડા રૂપિયા ૪૧૨૬૦ સહિત ૨,૯૨,૨૬૦ ના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સુચના ડીવાયએસપી બનો જોષીના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ પ્રકુલકુમાર જેઠાભાઇ, પો.કોન્સ. વિક્રમભાઇ લાભુભાઇ કુગસીયા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, ચકુભાઇ દેવશીભાઇ કલોતરા સહિતના બધા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતર્મ મળેલ કે લજાઇ ગામની ઉગમણી સીમ મા ધુનડા ગામ તરફ જવાના કાચા રસ્તા પર કરશનભાઇ દેવકરણભાઇ સેરશીયા ની વાડીની બાજુમા બાવળની ઝાડીમા પૈસાપાના વતી હારજીત નો જુગાર રમાઇ રહ્યો છે. જેને પગલે પંચો ને સાથે રાખી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કુલ-૬ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા હોય જેમાં (૧) આરીફભાઇ અલાઉદીનભાઇ કડીવાર ઉ.વ-૩૫ (ર) મહીપતભાઇ ચકુભાઇ વામજા ઉ.વ ૪૧ (૩) મહેશભાઇ ઉર્ફે ટુરબ્બો મગનભાઇ વામજા ઉ.વ-૪ર (૪) અનોપસિંહ વજુભા ઝાલા ઉ.વ-૫૮ ધંધો-ખેતીકામ (૫) મનસુખભાઇ જીવાભાઇ બાંભણીયા ઉ.વ-૪૫ ધંધોખેતી (૬) કરશનભાઇ દેવકરણભાઇ સેરશીયા ઉ.વ-૩૯ ધંધો-ખેતી રહે.બધા લજાઇ ગામ તા.ટંકારા જી.મોરબી વાળા કુલ રોકડ રૂપીયા ૪૧,૨૬૦ તથા જુદી-જુદી કંપનીના મોબાઇલ નંગ-૦૮ કિ.રૂ.૬.૦૦૦ તથા એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સીલેરીયો કાર કિ.રૂ. ૨ લાખ તથા હીરો સુપર સ્પલેન્ડર મોટરસાયકલ કિ.રૂ.૨૫૦૦૦, હીરોહોન્ડા સ્પલેન્ડર કિ.રૂ. ૨૦૦૦૦ સાથે કુલ મુદામાલ કિરૂ. ૨,૯૨,૨૬૦ ( બે લાખ બાણું હજાર બસ્સો સાંઇઠ) ના સાથે પકડાઇ જતા ટંકારા પોલીસ સ્ટેશન માં જુગાર ધારા કલમ ૧ર(અ) મુજબ નો ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.