મોરબી : મોરબી પંથક માં વરસાદ ખેંચાતા ઘણા લોકો ને મુશ્કેલી પડતી હોય છે અને મોરબી પંથક માં મંદી ના એંધાણ પણ દેખાય રહયા છે. ખેડૂત લોકો વરસાદ નો આતુરતા પૂર્વક રાહ જોઈ રહીયા છે પણ વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતા માં મુકાયા છે અને જે લોકો બહાર થી પોતાનું પેટ રડવા અને મજૂરી કરવા ગામ આવી રહીયા છે એને પણ ચિંતા થઇ રહી છે ત્યારે મોરબી ના બરવાળા ગામે ખેડૂત અને મજુર દ્વારા ધૂન ભજન નું આયોજન કરવા માં આવ્યુ હતું અને વરસાદ વહેલી સર આવે એવી પ્રાર્થના કરવા માં આવી હતી.