વાંકાનેર : વાંકાનેર પોલીસે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યા બાદ આ પિસ્તોલ આપનાર એમપીના શખ્સને ઝડપી પાડ્યો છે પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર પોલીસે અજય કેસર વડાલિયાને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં આ પિસ્તોલ તેને કાલુસિંગ તરસિંગ બાવરી રહે. સિંધાના તા. મનાવર જી. ધાર (મધ્યપ્રદેશ) વાળા પાસેથી લીધેલી હોવાનું ખુલતા પોલીસે આ શખ્સને પણ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.