વાંકાનેર : વાંકાનેર તાલુકા પી. એસ. આઈ. બી.ડી.પરમારે વિરપર માટેલ વિસ્તારમાં રહેતા છેલાભાઈ પ્રભુભાઈ કોળી કોઈ જાતના આધાર પુરાવા વગર બિયરના 500 ML ના ટીન નંગ 13 સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ જ્યારે વાંકાનેર તાલુકાના મેસરીયા બીટ જમાદાર ડી. એ. જાડેજા દ્વારા અદેપર ની સીમમાં દેશી દારુ બનાવવાનો ઠંડો આથો 200 લીટર ઝડપી પાડેલ. તેમજ આ કામના આરોપી રમેશ રામજી કોળી રહે. નાળિયેરી વાળાને ઝડપી પાડવા તપાસ આદરી છે.