અંતિમ દિવસે વાદન અને અભિનય વિભાગની સ્પર્ધાઓમાં ૨૦૩ સ્પર્ધકોએ ભાગ લીધો મોરબી : મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું સમાપન થયું છે. જેમાં ગઇકાલે અંતિમ દિવસે વાદન અને અભિનય વિભાગની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં ૨૦૩ સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની કલાથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોરબીના રવાપર ધૂનડા રોડ પર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જે અંતર્ગત નૃત્ય, ગાયન અને વાદન તથા અભીનય એમ ચાર વિભાગમા સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં કુલ ૫૫૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે ગઈકાલે અંતિમ દિવસે વાદન અને અભિનય વિભાગની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ગીત વિભાગમાં ૬ થી ૧૪ વયના જૂથમાં નેહલબા ઝાલા, સમૂહ ગીતમાં નાલંદા વિદ્યાલય વીરપર, સુગમ સંગીતમાં સુહાગીન મારડી, શાસ્ત્રીય કંઠય સંગીતમાં ધ્રુવી કડીવાર, એક પાત્રીય અભિનયમાં પ્રિન્સ પટેલ તથા ૧૫ થી ૨૦ વય જૂથમાં ગીતમાં ધ્રુવી ફેફર, સમૂહ ગીતમાં ઈન્દીરીયા આરતી ગ્રુપ, સાર્થક વિદ્યા મંદિર સુગમ સંગીતમાં સુહાના સેજાત, એક પાત્રીય અભિનયમાં હરમીત વાઘેલા તેમજ ૨૧ થી ૫૯ વય જૂથમાં ગીતમાં ખુશ્બૂ દેસાઈ, સુગમ સંગીતમાં હર્ષ ઠક્કર, શાસ્ત્રીય કંઠય સંગીતમાં ચક્ષુશા દવે અને એકપાત્રિય અભિનયમાં દિવ્યા નાટડા પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. જોકે ફટાણા સ્પર્ધામાં એક પણ એન્ટ્રી આવી ન હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોમાં ભારે ઉદાસીન વલણ જોવા મળ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='28614,28616,28617,28618,28619,28620,28621']