ઉત્તરાખંડની કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજનું આયોજન મોરબી :મોરબીના નરસંગ ટેકરી મંદિરે કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ દ્વારા તા. ૧૧ અને ૧૨ના રોજ વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારના રોગોનું નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે. માંદી લાચાર અંધ વૃદ્ધ તથા કસાઈ થી બચાવી સેવા કરતી તથા નંદી વગેરે અસહાયકોની સેવા કરતી ઉત્તરાખંડની એકમાત્ર કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રવાપર રોડ પર આવેલા નરસંગ ટેકરી મંદિરે તા. ૧૧ અને ૧૨ના રોજ સવારે ૯ થી ૧૨ અને ૩:૩૦થી ૭ દરમિયાન યોજાશે. કેમ્પમાં ચામડીના રોગો, સોર્યાસીશ, જૂનું ખરજવુ, જૂનું દાદર-સાંધાના દુખાવા, ઢીચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથી પગા, ગેગરિંગ, વેરિકોઝવેન(નસમા સુજન), નપુંસકતા, અસાધ્ય સ્ત્રી રોગ, વાળની સમસ્યાઓ, ચાઈલ્ડ(અવિકસિત બાળક), માંસ પેસીઓનો રોગ, પાતળા પણું, મોટાપો, કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી, હૃદયની નશોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગો નો ઈલાજ કરવામાં આવશે. વધુ વિગત માટે સ્વામી સત્યાનંદજી મો.નં. ૬૩૫૨૭ ૦૩૧૬૦, ૯૪૧૧૭ ૦૮૫૮૪ અથવા કેસવજીભાઈ ઠોરિયા મો.નં. ૯૭૧૨૩ ૯૯૯૯૦નો સંપર્ક કરવા જણાવાયું છે.