મોરબી : મોરબીના નેશનલ હાઇવે પર જુના કુબેર સિનેમા નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ટ્રેકટર ચાલકનું મોત નીપજ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નેશનલ હાઇવે પર જૂની કુબેર ટોકીઝ અને આરજીલ સીરામીક કારખાના પાસે રાજસ્થાન પાસિંગના ટ્રક અને પાણીના ટેન્કર તરીકે ફેરા કરતા ટ્રેકટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું મોત નિપજ્યું હોવાની વિગતો સાંપડી રહી છે ઘટના અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='28508,28509,28510']