મોરબી : મોરબીની લાયોનેસ ક્લબે પોલીસ મથકે પ્રજાના રક્ષક ગણાતા પોલીસ કર્મીઓ સાથે ફ્રેન્ડશીપ ડે ઉજવ્યો હતો. કલબના સભ્યોએ તમામ પોલીસ કર્મીઓને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો હતો. આજે ફ્રેન્ડશીપ ડે છે. ત્યારે મોરબીની લાયોનેસ ક્લબે ફ્રેડશીપ ડેની ઉજવણી એ ડિવિઝન પોલીસ મથકે કરી હતી. લાયોનેસ કલબના મહિલા સભ્યોએ એ ડિવિઝનના પીઆઇ ચૌધરી, મહિલા પીએસઆઇ ગોંડલીયા, પીએસઆઇ શુક્લ સહિતના સમગ્ર પોલીસ સ્ટાફને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો હતો. આ પ્રસંગે સમગ્ર પોલીસ સ્ટાફે પણ તેઓ પ્રજાના મિત્ર હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='28494,28495']