મોરબી : મોરબી એલસીબીએ લાંબા સમય બાદ વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે, બાતમીને આધારે એલસીબી ટીમે મોરબીના ગિડચ ગામે દરોડો પાડ્યો હતો જ્યાંથી વિદેશી દારૂનો કુલ માલી રૂ. ૪,૭૦,૪૦૦ નો જથ્થો ઝડપાયો હતો. મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જિલ્લામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા એલસીબી ટીમને આપેલી કડક સુચનાને પગલે એલસીબી ટીમના હરેશભાઇ સરવૈયા અને ભાગીરથસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીને પગલે ઇન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસ સહિતની ટીમે મોરબીના ગિડચ ગામે દરોડો પડતા સરકારી ખરાબાની જગ્યામાં છુપાવાયેલ વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી ટીમે ગિડચ ગામે ધારવાળા હનુમાનજીના મંદિર નજીક સરકારી ખરાબામાં છુપાવાયેલ જુદી - જુદી બ્રાન્ડની ૬૨૪ બોટલ કિ. ૧,૮૭,૨૦૦, વિદેશી દારૂના કવાટરિયા નંગ ૨૬૪૦ કિ.૨,૬૪,૦૦૦ તેમજ બિયર ટીન ૧૯૨ કિ.રૂ.૧૯૨૦૦ સહિત કુલ રૂપિયા ૪,૭૦,૪૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો. વધુમાં વિદેશીદારૂનો આ જથ્થો વાંકાનેરના વિરપર ગામના હરજી રાણાભાઈ દેકેવાડીયાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા એલસીબીએ વાંકાનેર તાલુકામાં ગુન્હો દાખલ કરાવી આરોપી હરજીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]