મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રૂ. ૭૧,૧૫૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. મોરબી પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાએ પ્રોહી જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ ચોકક્સ હકિકત આધારે રેઇડ કરતા ઘુટુ ગામે સુરેશભાઇ રાઘવજીભાઇ પરેચા પોતાના રહેણાંક મકાનમાં આર્થિક લાભ સારુ સવલતો પુરી પાડી ગંજીપતાના પાના તથા પૈસા વડે જુગાર રમાડતો હોય ત્યાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા આરોપીઓ (૧) સુરેશભાઇ રાઘવજીભાઇ પરેચા ઉવ-૩૪ (ર ) મનસુખભાઇ વેલજીભાંઇ મોરસાણા ઉવ.૪૫ (3) દિનેશભાઇ પ્રભુભાઇ સાથલીયા ઉવ.૪૩ (૪) કેતનભાઇ રતીલલાલભાઇ સોરીયા ઉવ.૩ર તથા (૫)જગદીશભાઈ અમરશીભાઇ ધોરીયાણી ઉવ.૩૯ રહે.તમામ ઘુ'ટુ તા.જી.મોરબી વાળાઓને કુલ રોકડા .૭૧ ૧૫૦/તથા ગંજીપતાના પાના સાથે રેઇડ દરમ્યાન મળી આવતા ધોરણસર અટક કરી તમામ આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે.માં સેકન્ડ ગુ.ર.નં.૩૩૭૮/૧૮ જુગારધારા કહ્યા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ એસ.એ.ગોહિલ એ.એસ.આઇ. મહિપતસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.અશોકભાઇ દેત્રોજા તથા પો.કોન્સ.અમિતભાઇ વાસદડીયા તથા કિર્તીસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા તથા દિનેશભાઇ બાવળીયા તથા ઉજવલદાન ગઢવી તથા શક્તિસિંહ જાડેજા તથા જયદિપભાઇ પટેલ તથા ધ્રુવરાજસિંહ રાણા સાહિતનાઓએ કરી હતી.