ઘટનાથી ગ્રામજનોમાં આક્રોશ : ત્રણેય શખ્સો સામે પોકસો સહિતની કલમો ઉમેરી ગુનો નોંધાયો મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ શખ્સોએ સગીર વયની દીકરી સાથે છેડતી કરી હોવાનો બનાવ બન્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે ગૌ સેવકની સગીર વયની દીકરી બજારમાં નાસ્તો લેવા ગઈ હતી ત્યારે રજત હસમુખ પટેલ, નીખીલ પ્રવીણ સરડવા અને કુલદીપ જગદીશ વ્યાસ નામના ત્રણ શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગૌ રક્ષકની દિકરી સાથે બનેલા આ બનાવથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બનાવ સંદર્ભે શિવસેના, બજરંગદળ અને ગૌરક્ષકોના ટોળા બી ડીવીઝન પોલીસ મથકે એકત્ર થઈ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે આઇપીસી કલમ ૩૫૪ અને પોકસો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.