બદલીના ઘાણવામાં ૧૦ તલાટીઓને પણ બદલાવાયા મોરબી : મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ આજે ગુપચૂપ રીતે ૧૫ નાયબ મામલતદાર અને ૧૦ તલાટીઓની બદલી કરતા કર્મચારીઓમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે જિલ્લા કલેકટર આર.જે. માકડીયા દ્વારા ૧૫ નાયબ મામલતદાર અને ૧૦ તલાટીઓની બદલી કરવામાં આવી હતી, આ બદલી પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખી જે - જે કર્મચારીઓની બદલી થઈ છે તેઓને જ સીધા ઓર્ડર અપાયા હતા. સામાન્ય રીતે કોઈપણ કચેરીમાં બદલી હુકમ થતા હોય ત્યારે બદલી હુકમની જાણ તમામ કર્મીઓને કરાતી હોય છે પરંતુ જિલ્લા કલેકટરે કોઈપણ કારણોસર બદલી કરવામાં ગુપ્તતા જાળવતા કઈક અજુગતું બન્યાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે.