પીધેલા પણ ઝપટે ચડી ગયા : કુલ ૭૪૩ વાહનોનું ચેકીંગ કરાયું મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત તમામ પોલીસ મથકોને સઘન વાહન ચેકીંગ કરવા આદેશ આપતા એક જ દિવસમાં ૭૪૩ વાહનોનું ચેકીંગ કરી ૧૮૧ વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ફટકારાયો હતો. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા દ્વારા ગઈકાલે સખત વાહન ચેર્કીગ કરવા ટ્રાફીક ડ્રાઇવ ગોઠવતા મોરબી જિલ્લાના પોસ્ટે. ના તમાંમ થાણા અધિકારીઓ તથા ટ્રાફીક શાખાએ વાહન ચેકીંગ કરી વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના કરતા કુલ-૭૪૩ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા હતા. વાહન ચેકીંગ દરમિયાન વધુ સ્પીડે તેમજ રોંગ સાઇડમાં ભયજનક રીતે વાહન ચલાવતા ૯ ઇસમો સામે તથા અડચણ રૂપ રાખેલ ૧ વાહન ચાલકો વિરૂધ્ધ તથા વાહનને જરૂરી દસ્તાવેજો સાથે નહી રાખેલ ૨૩ ઇસમો વિરૂધ્ધ કેસો કરવામાં આવેલ તેમજ અન્ય ટ્રાકીક નિયમ ભંગના જેમાં શીટ બેલ્ટ તથા હેલમેન્ટ નહી પહેરવાના તેમજ બ્લેક ફીલ્મ તેમજ ફેન્શી નંબર પ્લેટ મળી કુલ-૧૮૧ વાહન ચાલકો તે સ્થળ ઉપર રૂપિયા ૩૭૮૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ.આ ઉપરાંત કેફી પ્રવાહી પી વાહન ચલાવતા ૪ ઇસમો સામે તેમજ જિલ્લા મેજી.સા.ના હથિયાર બંધી જાહેરનામા ભંગના ૨ કેસ કરવામાં આવેલ હતા તેમજ સીટી ટ્રાફીક શાખાને અલગથી રીક્ષા ચેકીંગ ડ્રાઇવ કરી વાહન ચેક કરવા સુચનાને પગલે ઓટો રીક્ષા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરી ૨૦૭ મુજબ ૫૧ ઓટો રીક્ષા ચાલકો વિરૂધ્ધ કેસ કરેલ તેમજ ૧૩૪ વાહન ચાલકો વિરૂધ્ધ સમાધાન શુલ્ક તરીકે ૨૬૧૦૦ કુલ દંડ વસુલ કરેલ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશીએ જણાવ્યું હતું.