મોરબી : મોરબીના રવાપરમાં એક વૃધ્ધએ શ્વાસની બીમારીથી કંટાળીને એપાર્ટમેન્ટના સાતમા માળેથી કુદી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના રવાપર ગામે આવેલા બોનીપાર્કમાં રહેતા નાનજીભાઈ ધરમશીભાઈ કૈલાએ પોતાના એપાર્ટમેન્ટના સાતમા માળેથી છલાંગ લગાવી હતી. તેઓ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજયુ હતું. એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે જણાવ્યું કે મૃતક વૃધ્ધ શ્વાસની બીમારીથી પીડાતા હતા. આ બીમારીથી કંટાળીને તેઓએ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું છે. આ અંગે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.