મોરબી : મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં રહેતા બે સગા ભાઈઓ પર પાંચ શખસોએ તલવાર પાઇપ ધારીયા સહિતના હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્તોને રાજકોટ સારવારમાં ખસેડાયા છે. જાણવા મળ્યા મુજબ મોરબી ના મકનસર ગામે પ્રેમજીનગરમા રહેતા કેતન બીપીનભાઈ મૂંધવા અને ધર્મેશ બીપીનભાઈ મૂંધવા નામના ભાઈઓને જયેશ, વેલજી, ગુલાબ,પવો અને સંજય નામના શખ્સોએ તલવાર, પાઇપ અને ઘરીયા જેવા હથિયાર વડે હુમલો કરી માર મારતા બન્ને ભાઈઓને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.