મોરબી : મોરબીના શકત શનાળા ગામે આજે રાત્રીના ૮.૪૫ કલાકે ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૂર્વે ગૌ માતાના આગમનને ઉમંગભેર વધાવી વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવાર તેમજ મહેમાનો સહભાગી બન્યા હતા. સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય સનાળા ખાતે આજે રાત્રીના ૮.૪૫ કલાકે ગૌકથાનું આયોજન કરાયું છે જેમાં માનવજાતિ માટે કામધેનુ અર્થાત ગૌમાતા આશીર્વાદરૂપ હોવાનું માહાત્મ્ય સમજાવવા જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના ડો. હિતેશભાઈ જાની કથા અમૃત પીરસનાર છે. ગૌકથા અંતર્ગત શકત શનાળા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે આજે સવારે ૭:૩૦ કલાકે ગૌ માતા પધરામણી અને સ્વાગત કાર્યક્રમ યોજાયા હતા અને રાત્રે ૮:૪૫ કલાકે ગૌ કથા યોજાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા અને નિયામક સુનિલ પરમાર સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. [gallery size='full' ids='28363,28365,28366,28367,28368,28364']