વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે પરિવાર સાથે રહેતા મહેશભાઈ શામજીભાઈ દેકાવડિયા ઉંમર વર્ષ 32 એ રાણેકપર થી ઢુવા ની વચ્ચે રેલ્વે ટ્રેન હેઠળ પડતું મુકી ટ્રેનમાં કપાઈ જતા ગંભીર પ્રકારની ઇજા થતા મૃત્યુ થયેલ છે. તેમને આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળેલ છે. તેમના આ પગલાથી તેમનો સાત વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી નોંધારા બની ગયા છે. આ બનાવની વધુ તપાસ બીટ જમાદાર એન.એન. પારધી ચલાવી રહ્યા છે.