સમાજના ૬૧ તેજસ્વી વિધાર્થીઓ અને ૬ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા જ્ઞાતિરત્નોનું સન્માન કરાયું મોરબી : મોરબીમાં રાજપુત સમાજના તેજસ્વી છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૧ તેજસ્વી છાત્રો અને ૬ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા જ્ઞાતિ રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતી. મોરબીના નવલખી રોડ ઓર આવેલા ત્રીમંદિર ખાતે રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજકોટ એનસીસી ગ્રૂપના કમાન્ડર બ્રિગેડિયર અજિતસિંહ શેખાવત, વાસુદેવભાઈ ગોહિલ, ડો. રુદ્રસિંહજી ઝાલા, પી.એસ.જાડેજા, યોગરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં સમાજના ધો. ૫થી કોલેજ સુધીના ૬૧ તેજસ્વી છાત્રો અને સમાજના ૬ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બ્રિગેડિયર અજીતસિંહ શેખાવતે તેઓ જ્યારે ફરજ ઓર હતા ત્યારે કારગીલ યુદ્ધ વખતની શૌર્યગાથા રજૂ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી. [gallery size='full' ids='28192,28193,28194,28196,28197,28191,28198']