મોરબી : મોરબી નગરપાલિકા કચેરીએ વિરોધ દર્શાવવા દેખાવો કરવાના બનાવો વારંવાર સામે આવે છે. ત્યારે સુરક્ષાને ધ્યાને લઈને પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બરની બહાર સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. મોરબી પાલિકા કચેરીએ લોકો વિવિધ પ્રશ્ને રજુઆત કરવા આવે છે. ત્યારે ઘણી વખત લોકો ઉગ્ર પણ બની જતા હોય છે. ઉપરાંત વિરોધ દર્શાવવા વિવિધ પ્રકારના દેખાવો પણ કરતા હોય છે. જેથી સુરક્ષાને ધ્યાને લઈને પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બરની બહાર લોબીમાં નિવૃત પોલીસમેનને સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત કરવામાં આવ્યા છે.