શનિવારે મોરબીમાં હિન્દૂ રિહેબીલીટેશન કમિટી દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન મોરબી : પ્રવર્તમાન સરકાર દ્વારા દેશના પાડોશી દેશોમાં વસવાટ કરતા હિન્દૂ પરિવારના પુનર્વસન માટે ખૂબ જ પ્રશન્સનિય કામગીરી કરતા શનિવારે મોરબીમાં હિન્દૂ રિહેબીલીટેશન કમિટી દ્વારા પ્રજાસેવકોનું સન્માન કરવા કાર્યક્રમ યોજવમાં આવશે. ભારતવર્ષના પાડોશી દેશોમાં વસતા હિન્દુ પરિવારો ભારતમાં નિયમાનુસાર વસવાટ માટે ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, પુનર્વસન માટે આવા પરિવારોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અર્થે કેન્દ્ર તથા રાજ્ય સરકારે પ્રસંશનીય પગલાં લીધા છે ભારતની લોકસભામાં આ વિષય માટે અવાજ ઉઠાવનાર જોધપુર રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરનાર કેન્દ્રીય કૃષિ અને કિશાન કલ્યાણ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહજી શેખાવત તથા ગુજરાત સરકારના ગૃહ મંત્રી પ્રદીપસિંહજી જાડેજા અને સામાજીક શૈક્ષણીક પછાત વર્ગ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીરના વિશિષ્ઠ સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૪ ને શનિવારના રોજ મોરબીના ત્રિમંદીર નવલખી રોડ મુકામે સવારે ૧૦ કલાકે પ્રારંભ થનારા આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ રાજકોટ મોહનભાઇ કુંડારીયા, સાંસદ કચ્છ-મોરબી વિનોદભાઈ ચાવડા, સાંસદ સુરેન્દ્રનગર દેવજીભાઈ ફતેપરા, સાંસદ જામનગર, પૂનમબેન માડમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ તકે જયંતીભાઈ કવાડિયા, કાંતિભાઈ અમૃતિયા, માંડવી કચ્છ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જી.પંચા. પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ચેરમેન અરજણભાઈ રબારી, પૂર્વ વાઇસ ચેરમેન પ્રદિપભાઈ વાળા, શૈલેન્દ્રસિંહ જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કાર્યક્રમમાં રેન્જ આઈ. જી. અમદાવાદ એ. કે. જાડેજા, કલેક્ટર માકડીયા, ડી.ડી.ઓ. ખટાણા, તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા વિશેષ અતિથિ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એવા અનેક અનેક પરિવારો છે જે કદાચ ૨૫ વર્ષ, ૫૦ વર્ષ કે આઝાદીના સમયમાં ઘણી ઘણી વિટંબણાઓ વચ્ચે ભારતમાં આવીને વસ્યા છે, એવા તમામ પરિવારોના પ્રતિનિધિઓને તથા સામાજિક રાજકીય આગેવાનોને,ઓવરસીઝ હિન્દુ રિહેબીલીટેશન કમિટી ગુજરાત તરફથી કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.