મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક બસમાં બેસવા બાબતે યુવાનને માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી સંદીપ વાસુદેવ હડીયલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયદીપ પટેલ, કેયુર પટેલ રહે બંને ઈશ્વરનગર હળવદ અને બીજા ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ મહેન્દ્રનગર રોડ પરની સમર્પણ હોસ્પિટલ નજીક બસમાં બેસવા બાબતે બોલાચાલી કરી માર માર્યો હતો તેમજ આરોપી જયદીપ પટેલે માથામાં પથ્થરનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે. બી ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.