જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની પોસ્ટ વિભાગને રજુઆત : તાત્કાલિક કાર્યવાહીની માંગ મોરબી : મોરબીની હેડ પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી પોસ્ટ સ્ટેમ્પ પેપર મળતા ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મુદ્દે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે પોસ્ટ વિભાગને રજુઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે પોસ્ટ વિભાગને રજુઆતમાં જણાવ્યાજ હતું કે ઉધોગનગરી મોરબીમાં પોસ્ટ સ્ટેમ્પ પેપરની ભારે માંગ રહે છે. પરંતુ મોરબીની પોસ્ટ ઓફિસમાં રૂ. ૨૦, ૫૦ અને ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઘણા સમયથી મળતા ન હોવાથી લોકોમાં ફરિયાદ ઉઠી છે. વધૂમા એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ પેપર આવે છે. પણ તે જાય છે કયા ? વધુમાં જણાવાયું કે સ્ટેમ્પ પેપર ન હોવાનો પ્રશ્ન રોજીંદો બની ગયો છે. સ્ટેમ્પ વેન્ડર કહે છે કે અમારી પાસે સ્ટેમ્પ નથી. તો પ્રશ્ન એ ઉદભવે છે કે સ્ટેમ્પ પેપર જાય છે ક્યાં ? શુ સ્ટેમ્પ પેપર કાળા બજાર થાય છે? સ્ટેમ્પ પેપર ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.