મોરબી : મોરબીના પંચાસર રોડ પર ઓમ પાર્ક સોસાયટીમાથી બાઈકની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર ઓમ પાર્ક સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરવામાં આવેલ બાઈકની ચોરી થઈ હતી. જે સંદર્ભે બાઇકના માલિક અમિતભાઇ નાથાભાઇ ઠોલીયાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.