મોરબી : મોરબી સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિની જનરલ મિટિંગ આગામી તા. ૨ ઓગસ્ટના રોજ વ્યાસ જ્ઞાતિના મકાનમાં યોજાનાર છે. જેમાં જ્ઞાતિના વિકાસના એજન્ડા પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. મોરબી સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા અંબિકા રોડ પર ડો. ગજસિંહના દવાખાનાની બાજુમાં આવેલ વ્યાસ જ્ઞાતિના મકાનમાં આગામી તા. ૫ ઓગસ્ટના રોજ રાત્રે ૮:૩૦ કલાકે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાતિના સંગઠનને મજબૂત બનાવવા તેમજ વિકાસના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. તેમ દિલીપભાઈ પૈજાની યાદીમાં જણાવાયું છે.