હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે બગીચાની લોખંડની ઝાળીમાં સાપ ફસાઈ જતા જીવદયાપ્રેમી રાકેશભાઈ, બળદેવભાઈ, વિશાલભાઈએ ભારે જહેમત બાદ સાપને ઝાળીમાંથી કાઢી નવજીવન આપ્યું હતું. સામાન્ય રીતે સાપનું નામ પડતા જ મોટા ભાગના લોકો ધ્રુજી ઉઠતા હોય છે. ત્યારે આજે તાલુકાના કેદારીયા ગામ પાસે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરના બગીચામાં આવેલ લોખંડની ઝાળીમાં સાપનું મોઢું ફસાઈ ગયેલ હોવાનું જીવદયાપ્રેમી રાકેશભાઈ, બળદેવભાઈ તથા વિશાલભાઈને જાણ થતા તેઓએ જરા પણ ડર રાખ્યા વિના સાપને ઝાળીમાંથી બહાર કાઢી નવજીવન આપી જીવદયાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું. સેવાભાવી યુવાનોએ લોખંડની ઝાળીમાં ફસાયેલ સાપને અન્ય જગ્યાએ મુકત કરી માનવતા મહેકાવી હતી.