માતેલા સાંઢ માફક દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની સરપંચ એસોસિએશનની રજૂઆતનો પડઘો મોરબી : મોરબીના નવલખી રોડ ઓર દોડતા ભારે વાહનોના ત્રાસ સામે કાર્યવાહી કરવા સરપંચ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો તેમજ રેલી યોજવામાં આવી હતી. જેના સંદર્ભે વાહન વ્યવહાર મંત્રીએ તંત્રને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મોરબીના નવલખી રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનોનો ભારે ત્રાસ છે. ત્યારે અગાઉ પણ આ પ્રશ્ને સરપંચ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેનો સફળ પડઘો પડ્યો છે. રાજયકક્ષાના વાહન વ્યવહાર મંત્રીએ આ મુદ્દે વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ અને વાહન વ્યવહાર કમિશ્નરને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી માતેલા સાંઢ માફક દોડતા ભારે વાહનો સામે સરપંચ એસોસિએશન લડત ચલાવી રહ્યું હતું. આ મુદ્દે સરપંચ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો તેમજ રેલી યોજવામાં આવી હતી. અંતે આ રજૂઆતોનો સફળ પડઘો પડ્યો છે.