મોરબી : મોરબીના પીડબલ્યુડીના કર્મચારીની કાર્યક્ષમતા અને મેનેજમેન્ટની આવડતના કારણે તેઓને મોરબી સર્કિટ હાઉસના મેનેજર બનાવવામાં આવ્યા છે. તેઓને સર્કિટ હાઉસના મેનેજર તરીકે સ્થાન મળતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. મોરબીમાં પીડબ્લ્યુડી વિભાગમાં ફરજ બજાવતા નટરાજભાઈ દોશીની કામ પ્રત્યેની નિષ્ઠાની કદર કરી તંત્ર દ્વારા તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નટરાજભાઈની કાર્યક્ષમતા અને મેનેજમેન્ટની આવડતને ધ્યાને લઈને તેઓને મોરબી સર્કિટ હાઉસના મેનેજર બનાવવામાં આવ્યા છે. મહત્વની જવાબદારી સોપાતા નટરાજભાઈ પર સ્નેહીજનો દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે.