શહેરના તમામ તબીબો સાંજના પાંચ વાગ્યા સુધી નિદાન સારવાર થી અળગા રહેશે મોરબી: મોરબીમાં ખાનગી તબીબો દ્વારા એનએમસી બિલના વિરોધમાં આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધી નિદાન અને સારવારની કામગીરીથી અળગા રહી ધિક્કાર દિવસ મનાવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. છેલ્લા ઘણા સમય થી એનએમસી બિલના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે તબીબી આલમમાં એનએમસી બિલ સામે રોષ જોવા મળી રહ્યો છે તબીબોના જણાવ્યા મૂજબ એનએમસી બિલ તબીબોને અન્યકર્તા હોવાથી આવતીકાલે મોરબી શહેરના તમામ તબીબો સાંજના પાંચ વાગ્યા સુધી હડતાલ પાડી એનએમસી બિલનો વિરોધ નોંધાવનાર હોવાનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરાયું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ધિક્કાર દિવસ અંગે વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓને અગવડતા ન પડે તેથી ઇમરજન્સી સેવા ચાલુ રાખવા આવી છે, અને આ હડતાલમાં મોરબીના તમામ તબીબો જોડાનાર છે જેથી બહારગામથી આવતા દર્દીઓએ ખાસ નોંધ લેવા અનુરોધ કરાયો હતો.