સંજય રાજગુરુ કોલેજની બસને નડ્યો અકસ્માત વાંકાનેર : રાજકોટ મોરબી હાઇવે પર આવેલી સંજય રાજગુરુ કોલેજની બસને વાંકાનેર ફાટક નજીક અકસ્માત નડતા ડ્રાઇવરને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ વિદ્યાર્થીઓને ઇજા પહોચી નથી. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આવેલી સંજય રાજગુરુ કોલેજની બસને આજે વાંકાનેર ફાટક નજીક અકસ્માત નડતા બસ પલટી ગઈ હતી અને આ અકસ્માતને કારણે બસ ડ્રાઇવરને ઇજા પહોંચી હતી જો કે આ અકસ્માતમાં કોઈ પણ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.