વાંકાનેર : વાંકાનેરમાં કારખાનામાં કામ કરતા યુવાન સાથે વિચિત્ર ઘટનામાં પગની નસ ચડી જતા આ યુવાનનું પ્રથમ મોરબી બાદ રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના માટેલ રોડ પર કારખાનામાં કામ કરતા અવિનાશ પ્રદીપભાઈ ચમાર નામનો યુવાન કામ કરતો હતો ત્યારે અચાનક પગની નસ ચડી જતા પગમાં સોજો ચડી ગયો હતો. વિચિત્ર બીમારીના આ કિસ્સામાં પ્રથમ આ શ્રમિક યુવાનને મોરબીની રુદ્ર અને ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.