બાળકોએ એક પાત્રીય અભિનયમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્ફુલના ૪૧ વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં ભાગ લઈને પોતાની કલા પીરસી હતી. જેમાં એક પાત્રીય અભિનયમાં શાળાના પાંચ વિદ્યાર્થીઓ ઝળકયા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સતત બીજા વર્ષે ગુજરાતના વિવિધ જૂથના કલાકારો માટે કલા મહાકુંભમાં ૨૨ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિનય ઇન્ટરનેશનલ શાળાના ૪૧ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. એક પાત્રીય અભિનય વયજૂથ (૬ થી ૧૪)માં પ્રથમ સ્થાન એકલવ્ય સીવાચ, દ્વિતીય સ્થાન જેની વિરમગામા અને તૃતીય સ્થાન ઉદય ઉઘરેજાએ મેળવી ત્રણેય સ્થાન વિનય ઇન્ટરનેશનલના નામે નોધાવ્યા હતા. એક પાત્રીય અભિનય વય જૂથ (૧૫ થી ૨૦)માં દ્વિતીય સ્થાન કૈરવી ફૂલ્તરીય અને તૃતીય સ્થાન દેવ રાવલે મેળવી બે સ્થાન વિનય ઇન્ટરનેશનલના નામે નોધાવ્યા હતા. સમુહગીત વયજૂથ (૬ થી ૧૪)માં પ્રથમ સ્થાન રમ્યા રોખડે, ચિરાગ રોખડે, વિશ્વા સરડવા, હેત્વી ખખ્ખર અને મીત ભુતે મેળવ્યું હતું. જ્યારે દ્વિતીય સ્થાન નિત્યા પટેલ, નિર્વિ પટેલ, પૃષ્ટિ વાધડીયા, હિયા દેથારીયા, યશ્વી ચંદીભમરે મેળવ્યું હતું. તેમજ સમુહગીત વયજૂથ (૧૫ થી ૨૦)માં દ્વિતીય સ્થાન લકી મેંદપરા, વેગા સાઈની, યાત્રી પંડ્યા, અવંતિકા યાદવ, બંસરી દોરીએ મેળવ્યું હતું. વિદ્યાર્થીઓના અને શિક્ષકોના ખુબજ પ્રસંસનીય પ્રદર્શન બદલ વિનય ઇન્ટરનેશનલ શાળાના સંચાલક મંડળ, આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત શિક્ષકો તેમજ બધાજ વિદ્યાર્થીઓએ વિજેતા બાળકોને શુભેચ્છા પાઠવી હતી.