બોલેરોમાં ભરેલા લોખંડના પતરા પર બેસી મુસાફરી કરવી ભારે પડી મોરબી : રાજકોટ મોરબી હાઇવે પર લોખંડના પતરા અને અન્ય સમાન ભરેલી બોલેરો ગાડીમાં જોખમી સવારી કરનાર એક ઇસમ ચાલુ ગાડીએ પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયેલ છે. જાણવા મળ્યા મુજબ રાજકોટ મોરબી હાઇવે પર અજંતા કારખાના નજીક ચાલુ બોલેરો ગાડીમાંથી પટકાતા એક વ્યક્તિને ઇજા પહોંચી છે. વધુમાં આ માલ વાહક બોલેરોમાં લોખંડનો સમાન તથા ઉપર પતરા ભરેલા હોવા છતાં પતરા ઉપર બેસીને મુસાફરી કરતા પવનના કારણે પતરા ઉડતા પતરા પર બેઠેલો વ્યક્તિ પણ ચાલુ ગાડીએ પડતા ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયો હતો.